નાટક- માપન
સંવાદ લેખન પાત્રો દુધવળો સરલાબેન મિનાબેન રમાબેન શાકભાજીવાળો સંવાદ સવારનો સમય બરાબર 5 વાગ્યા હતા. બધા ભર ઉંઘમાં હતા અને દુધવાળો દુધ લઈને આવે છે. દુધવાળો; - (ગીત ગાતા) " હાથમાં વહે દુધની ધારા માલધારી મતવાલા રોજ ઉઠીને શીશ નમાવે દેવ-દ્વારકવાળા દેખો દેખો રાખવાવાળા રે ઘરમે હાલવાવાળા રે ભોળા ભરવાડ મને ગમતા" એ જાગી જાઓ. આ દુધવાળો આવ્યો છે. આજે તો મારા ભેંસે 5 લિટર જેટ્લુ દુધ દીધુ છે. આજે તો બરાબર કમાણી થવાની છે. એ સરલાબેન દરવાજો ખોલજો !!( દરવાજો ખકડાવે છે) ( સરલાબેન ઉઠે છે અને આંખ મીચોડ્તા દરવાજો ખોલે છે) સરલાબેન:- શુંં કાકા આ શીયાળાની ઠંડીમાં પણ અમને સુવા નહી દેતા આ તમને કંઈ ઉંઘ પણ આવે છે ક નઈ શું ...